A Report on GB’s Thane meet (In Gujarati)

મારા પ્રિય મિત્રો,

આજ સુધી કદાચ આપે ઈગ્લીશ માં જ કોઈ ગે સાહિત્ય વાચ્યું હશે. તો મને થયું કે ગુજરાતી માં પણ ગે સાહિત્ય નું પ્રદાન કેમ ના હોય?

તો અ વિષે મેં જી.બી ના સદસ્યો અને મિત્રો સાથે વાત કરી. તેમણે મને સહર્ષ સ્વીકારી લીધો. તો હવે આપ સામે રજુ કરવા જઈ રહ્યો છું મારું પ્રથમ ગે સાહિત્ય નું પ્રદાન. આશા છે કે અપ ને ગમશે અને મને અપ નો સહકાર મળશે

જેવી રીતે અપ સહુ જાણો છો કે જી.બી. ગ્રુપ દ્વારા અનેક મીટીંગો નું આયોજન થાય છે એવીજ એક મીટીંગ ગઈકાલે એટલેકે તારીખ ૬ માર્ચ ૨૦૧૧ ના રોજ થાણા માં થઈ.

બધને મેઈલ અને ઈતર સંદેશવ્યવહાર ના સાધનો દ્વારા સાંજના ૫.૩૦ થી ૬.૦૦ ના વચ્ચે થાણા ના કોપરબાવડી વિસ્તાર ના સી.સી.ડી. (કેફે કોફી ડે) માં મળવા માટે કહેવા માં આવ્યું હતું.

હું અંદાજે ૫.૩૫ સુધી માં ત્યાં પહોચી ગયો હતો, હું પહોચ્યો ત્યારે બીજા પાચ છ મિત્રો પોહચી ગયા હતા અને બીજા બધા પણ અંદાજે ૬.૧૫ સુધી માં પહોચી ગયા. ત્યાંથી એક મિત્ર ના ઘરે મીટીંગ રાખવામાં આવી હતી જેથી અમે સહું સાથે ત્યાં પહોચ્યા.

થોડી ઘણી મોડી પણ અંતે મીટીંગ શરુ થઈ ખરી. અ મીટીંગ નો મુખ્ય વિષય હતો કે શું ગે બોમ્બે એ નાઈટ પીકનીક (રાત્ર પ્રવાસ) નું આયોજન કરવું જોઈએ કે નહી ?

ઉપસ્થિત દરેક વ્યક્તિ એ આ વિષે પોતાના વિચરો, લાગણીઓ અને પ્રતિભાવો મુક્ત રીતે રજુ કર્યા. જેમાં સચિને જણાવ્યું કે નાઈટ પીકનીક ની વાત માં આપણે ફક્ત સેક્સ ને જ કેમ ચર્ચા નો વિષય બનાવીએ છીએ ? નાઈટ પીકનીક માં બીજા પણ ધણાં પ્રશ્નો છે જેનો વિચાર કરવો આવશ્યક છે જેમ કે નાઈટ પીકનીક માં ડ્રગ્સ નું સેવન, આલ્કોહોલ ના સેવન કર્યાં પછી કરતો મીસબીહેવ (અયોગ્ય વર્તન) ઈત્યાદી. વાત ને આગળ વધારતા મીહિરે કહ્યું કે જી,બી માં આવતા દેરક સદસ્ય એ ૧૮ વર્ષ થઈ ઉપરના છે એટલેકે તે ઓ મેચ્યોર છે, અને બે મેચ્યોર વચ્ચે જો બંને ની સહમતી થી સેક્સ સંભવે તો એમાં કઈ ખોટું નથી. ઇવન ડે પીકનીક માં પણ આપણે બધા ઉપર આઈવોચ નથી રાખી શકતા માટે નાઈટ પીકનીક માં વધુ વાંધો ના હોવો જોઈએ. આ ચર્ચા માં બીજા મિત્રો એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને સારું એવું ડીશ્કશન થયું.

આ પછી દેરક મિત્ર ને કોઈ પ્રશ્ન, સજેશન (સુજાવ) હોય તો તે લખી જણાવવા કહ્યું. દેરેકે તેમાં પણ ભાગ લીધો. જેમાં ક્યાં સ્થળો એ પીકનીક જવી જોઈએ એ સિવાય એક ગે વ્યક્તિ તરીકે સમાજ અને સંસ્કારો ની સાથે ચાલવા માં ઉત્પન્ન થતા પ્રશ્નો ઉપર પણ વિગતવાર અને વિસ્તાર થી ચર્ચા થઇ. આ ઉપરાંત ગે કમ્યુનીટી નું કળા અને સાહિત્ય માં પ્રદાન આ વિષે પણ વાતો થઇ જેમાં કાલાઘોડા આર્ટ ફેસ્ટીવલ ચર્ચા નું કેન્દ્ર બિંદુ રહ્યો. જેમાં સૌરભે વિશેષ રસ દેખાડ્યો અને ચર્ચા ને વધુ ઇનટ્રસ્ટીંગ બનાવી.

આ સંપૂર્ણ ચર્ચા વખતે દરેકે સમોસા અને કોલડ્રીંકસ ની લિજ્જત માણતાં માણતાં અગામી ઇવેન્ટ જે પેરેન્ટસ મીટ છે એની અને બીજી અગત્ય ની સૂચનાઓ અને પોતાના જીવન ના કેટલાક અગત અનુભવો ની વાત કરી અને અંતે બધા એક બીજા પ્રત્યે ઉષ્મા, હુંફ અને પ્રેમ ની લાગણી સાથે છુટ્ટા પડ્યા.

આવી મીટીન્ગ્સ એ જી કમ્યુનીટી ના લોકો ને એકબીજા ની નજીક લાવે છે અને તેમની પ્રસ્નાલીટી અને આત્મવિશ્વાસ (સેલ્ફ્કોનફીડન્સ) વધારવામાં મદદ કરે છે જેથી હું ગે બોમ્બે નો ખરા રદય થી આભારી છું.

અને હવે અંતે એક શેર ને માણી ને આપને પણ છુટ્ટા પડીએ

જીવન માં મુશ્કેલીઓ તો અનેક હોય છે,

પરંત, તે દરેક નો એક રસ્તો હોય છે.

અને એ રસ્તો એનેજ મળતો હોય છે,

જે સદાય હસતો હોયછે.

– Ankit Bhuptani

Leave a comment